રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી;
તુંને શું આગ એ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી!
સૂરજની ચેહ ત્યાં ચેતાણી- ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમણી,
મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય,
ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ,
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!
jhankhe chhe bhom pani pani o mehula!
jhankhe chhe bhom pani pani;
tunne shun aag e ajani? o mehula!
melan akash, jane mrityuni kheen khaDi!
surajni cheh tyan chetani o mehula!
hajiye khaDa na khenchani? o mehula!
rundhya chhe wayra ne rundhi ratumni,
meli dishaun dhundhwani… o mehula!
toye na aarju kalani? o mehula!
ujjaD timbani waw khali bhenkar paDi,
sime aa shoksoD tani o mehula!
toye na pyas parkhani? o mehula!
bhambhartan bhens gay, pankhi gupchup joy,
chancho ughaDi… biDani… o mehula!
jagi na jindgini wani? o mehula!
mari manwini aankh joti kshitije karal,
tari na ek re endhani, o mehula!
tari kan ek na endhani? o mehula!
jhankhe chhe bhom pani pani o mehula!
jhankhe chhe bhom pani pani;
tunne shun aag e ajani? o mehula!
melan akash, jane mrityuni kheen khaDi!
surajni cheh tyan chetani o mehula!
hajiye khaDa na khenchani? o mehula!
rundhya chhe wayra ne rundhi ratumni,
meli dishaun dhundhwani… o mehula!
toye na aarju kalani? o mehula!
ujjaD timbani waw khali bhenkar paDi,
sime aa shoksoD tani o mehula!
toye na pyas parkhani? o mehula!
bhambhartan bhens gay, pankhi gupchup joy,
chancho ughaDi… biDani… o mehula!
jagi na jindgini wani? o mehula!
mari manwini aankh joti kshitije karal,
tari na ek re endhani, o mehula!
tari kan ek na endhani? o mehula!
સ્રોત
- પુસ્તક : આપણો કવિતા વૈભવ (પૃષ્ઠ ક્રમાંક 289)
- સંપાદક : મનસુખલાલ ઝવેરી
- પ્રકાશક : અશોક પ્રકાશન
- વર્ષ : 1974