jhoonk wagi gai - Geet | RekhtaGujarati

ઝૂંક વાગી ગઈ

jhoonk wagi gai

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ઝૂંક વાગી ગઈ
રાજેન્દ્ર શાહ

મને જરા ઝૂંક વાગી ગઈ.

માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.

થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,

એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;

સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,

મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;

મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.

મને જરા ઝૂંક વાગી ગઈ.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 546)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007