રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા
શ્વાસની છલક વાગતાં તૂટી છાતી કેરી કોર સજનવા
ભરચોમાસે ખરી પડ્યા છે ટોડલે બેઠા મોર સજનવા
અડધી રાતે અજવાળાની કલકલનો આભાસ સજનવા
પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા
તરસ્યા હોઠને કોરું લાગે ગંગા કેરું જળ સજનવા
પથ્થરના આ હોઠ તો માગે ભીની બસ એક પળ સજનવા
કીકી પાસે આવી રણકે ઝાંઝર-શો અજવાસ સજનવા
પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા
કંકુવરણાં સ્વપ્નાં વચ્ચે સાવ કુંવારી આંખ સજનવા
આભનાં ખરતાં પોપડાં સામે જોતી લીલી પાંખ સજનવા
પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા
paniman tarta mukya chhe halakDolak shwas sajanwa
shwasni chhalak wagtan tuti chhati keri kor sajanwa
bharchomase khari paDya chhe toDle betha mor sajanwa
aDdhi rate ajwalani kalakalno abhas sajanwa

tarasya hothne korun lage ganga kerun jal sajanwa
paththarna aa hoth to mage bhini bas ek pal sajanwa
kiki pase aawi ranke jhanjhar sho ajwas sajanwa

kankuwarnan swapnan wachche saw kunwari aankh sajanwa
abhnan khartan popDan same joti lili pankh sajanwa

સ્રોત
- પુસ્તક : કલરવતું અજવાળું (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : યોગેશ જોષી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2016