he tane jatan joi panaghatni wate - Geet | RekhtaGujarati

હે તને જાતાં જોઈ પનઘટની વાટે

he tane jatan joi panaghatni wate

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
હે તને જાતાં જોઈ પનઘટની વાટે
અવિનાશ વ્યાસ

હે તને જાતાં જોઈ પનઘટની વાટે

મારું મન મોહી ગયું;

હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે

મારું મન મોહી ગયું. હે.

કેડે કંદોરો ને કોટમાં દોરો,

તારા લહેરિયાની લાલ લાલ ભાતે

મારું મન મોહી ગયું. હે.

બેડલું માથે ને મેંદી ભરી હાથે,

તારી ગાગરની છલકાતી છાંટે

મારું મન મોહી ગયું. હે.

રાસે રમતી, આંખને ગમતી,

પૂનમની રઢિયાળી રાતે

મારું મન મોહી ગયું. હે.

સ્રોત

  • પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012