sadho, ubha beech bajara - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, ઊભા બીચ બજારા

sadho, ubha beech bajara

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, ઊભા બીચ બજારા
હરીશ મીનાશ્રુ

સાધો, ઊભા બીચ બજાર

કરિયાણું લેવા ગ્યા’તા ને લઈ આવ્યા કિરતારા

પંડિત ત્યાં રકઝક કરતા

પોથીનાં રીંગણ કાજે

સદનો, મૂળ કસાઈ, વ્હોર્યો

અમે અમૂલખ આજે

બુલ્લેશા પલટુ સહજો : સતવાણીના વણજારા

જૂતિયાં સંગ ચમારે ઝોળીમાં

નાંખ્યા રૈદાસા

બે ગજ ચાદર ભેગાં ઓઢ્યાં

કબીરા સહજ ઉદાસા

મુરશિદ મોંઘે મૂલ ખરીદ્યાં કરી કરી ઉછીઉધારાં

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004