thobhyano thak - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

થોભ્યાનો થાક

thobhyano thak

સુરેશ દલાલ સુરેશ દલાલ
થોભ્યાનો થાક
સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાકયા છે પાય

હવે પંથ મારો ચાલે તો ચાલુ:

પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર

અને ઊઘડે ત્યાં સળગે અજવાળુ;

વેદનાનુ નામ કયાંય હોય નહીં એમ જાણે

વેરી દઉં હોશભેર વાત;

જંપ નહીં જીવને એનો અજંપો

ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને

થીજેલાં બિંદુઓ જો ખાળું!

સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં

ને મારે એકાન્ત હું અવાક;

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં

થોભ્યાનો લાગે છે થાક.

આંખડીના પાણીને રોકી રોકીને, કહો-

કેમ કરી સ્મિતને સંભાળું?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983