nindra Dolani - Geet | RekhtaGujarati

નીંદરા ડોળાણી

nindra Dolani

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
નીંદરા ડોળાણી
સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને

આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે! ર

ધરતી ધાવણુધારા,

ધરતી ધાવણધારા ઊંડી રે શેાષાણી, ને

આગઅંગાર ઊઠે આભમાં ઓ જી રે! પ

લ્હેકી લચુંબી મારી,

લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણી, ને

આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે! ૮

કેસરે મ્હેકન્ત ક્યારી,

કેસરે મ્હેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને

આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે! ૧૧

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને

આગલી રાતુના ઉજાગરા ઓ જી રે!

(તા. ૬-ર-પ૩)

સ્રોત

  • પુસ્તક : તુલસીદલ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : સુંદરજી ગો. બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 1961