nindra Dolani - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીંદરા ડોળાણી

nindra Dolani

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
નીંદરા ડોળાણી
સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને

આગલી રાતુંના ઉજાગરા જી રે!

ધરતી ધાવણુધારા,

ધરતી ધાવણધારા ઊંડી રે શેાષાણી, ને

આગઅંગાર ઊઠે આભમાં જી રે! પ

લ્હેકી લચુંબી મારી,

લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણી, ને

આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં જી રે! ૮

કેસરે મ્હેકન્ત ક્યારી,

કેસરે મ્હેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને

આંખે અંધારાં ઘોર આંજિયાં જી રે! ૧૧

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને

આગલી રાતુના ઉજાગરા જી રે!

(તા. ૬-ર-પ૩)

સ્રોત

  • પુસ્તક : તુલસીદલ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : સુંદરજી ગો. બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 1961