nindarno desh - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીંદરનો દેશ

nindarno desh

માધવ રામાનુજ માધવ રામાનુજ
નીંદરનો દેશ
માધવ રામાનુજ

કોણ ઢંઢોળે નીંદરનો દેશ?

મને વાગે છે શમણામાં ઠેશ.

મારાં સૂનાં અંધારાનાં ગામ

આમ કોણે ઘેર્યાં?

ઝલમલ અજવાળાનાં ઝાંઝરિયાં

ફળિયામાં કોણે પે’ર્યાં

કોણ શોભે સોડમને વેશ?

મને વાગે છે શમણામાં ઠેશ!

વાટ સંકોરું? વાટ ભલે લંબાતી!

લંબાતી રાતની,

પાંપણનાં બંધ ભલે ઊભાં રે

ઊભાં રે’

આડશ થૈ વાતની;

નહિ વાગે રે ઉંબરની ઠેશ

કોક ઢંઢોળે નીંદરનો દેશ!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ