shabada ek nahin jade - Geet | RekhtaGujarati

શબદ એક નહીં જડે

shabada ek nahin jade

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
શબદ એક નહીં જડે
કૃષ્ણ દવે

શબદ એક નહીં જડે

કક્કા સામે કાવતરા તો તને ભારે પડે

શબદ એક નહીં જડે

વિલાસ કરવા માટે આપી નથી તને વાણી

રખે માનતો એને તારી દાસી કે પટરાણી

કદી વિચાર્યું મીરાબાઈના હોઠેથી શું દડે?

શબદ એક નહીં જડે

આડેધડ અક્ષરને લઈ લઈ ઘડ્યા કરે કાં ઘાટ?

હજી નથી સમજાયું? શું છે કલરવ ને ઘોંઘાટ?

નરસૈયાનો શબદ હજી કાં આકાશે જઈ અડે?

શબદ એક નહીં જડે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ