kanthi bandhi chhe tara namni - Geet | RekhtaGujarati

કંઠી બાંધી છે તારા નામની.

kanthi bandhi chhe tara namni

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
કંઠી બાંધી છે તારા નામની.
અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની.

અઢળક ને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મને છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ?

કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા પૂછો ના મે’તાજી જેમ,

સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.

..... કંઠી બાંધી છે તારા નામની.

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે,

ચરણો ને ચાલની તો વાત શું કરવી? હું ચાલું છું કોઈના જોરે;

મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની.

...... કંઠી બાંધી છે તારા નામની.

સ્રોત

  • પુસ્તક : ધબકારાનો વારસ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : અશરફ ડબાવાલા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ