મૂળ પકડવું હોય તો લીલા છોડને જોયા કરવો
Mul Pakdavu Hoy To Lila Chhod Ne Joya Karvo
પ્રફુલ્લ પંડ્યા
Praful Pandya
મૂળ પકડવું હોય તો લીલા છોડને જોયા કરવો
Mul Pakdavu Hoy To Lila Chhod Ne Joya Karvo
પ્રફુલ્લ પંડ્યા
Praful Pandya
પ્રફુલ્લ પંડ્યા
Praful Pandya
મૂળ પકડવું હોય તો લીલા છોડને જોયા કરવો બાકી થડ જેવું થડ સાવ નકામું ખોટ્ટું
મૌન ખડકવું હોય તો ભીનો અક્ષર જોયા કરવો બાકી ખડ જેવું ખડ સાવ નકામું ખોટ્ટું
વેંત જેવડો ખાડો ખોદી એક વેંત અંદર ઊતરો તો અંધારું ઓઢેલો ધૂળના થર બાઝેલો
કાચો સૂર્યભાવ રે ભાસે!
ચેતનવંતી થતી જતી કાયાની આંખે અંધાપો ઊતરે છે એવા વિચારની પાસે આવીને
ચૂપચાપ ઊભો હું છેલ્લાં શ્વાસે…
શ્વાસ પકડવો હોય તો મડદે મડદા જોયા કરવા બાકી પડ જેવું પડ સાવ નકામું ખોટ્ટું!
કોઈ અજાણ્યા શહેરપુરુષના જનમમરણનો સવાલ ઊઠે છે ત્યારે હું દરિયા જનમની
કામનાઓને સોંપી દઉં છું હણહણતો આવેશ
આકાશ નામે રાજા થૈ ગ્યો આકાશ નામે રંક રે એવાં સપનાંના અવાજને જેેવો માફ કરી
દીધો તોયે ખચકાટ રહી ગ્યો શેષ…
ભાવ પકડવો હોય તો ભીનો માણસ જોયા કરવો બાકી તડ જેવું ફડ સાવ નકામું ખોટ્ટું!
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1977 (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
