orta - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

બાઈ, મેં તો વાલની વીંટી નથી ભાળી કે

બાઈ, મેં તો કિનખાબની કસ નથી ભાળી કે

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

બાઈ, મારા આળખ્યા અધૂરા રહ્યા કે

બાઈ, મારા આયખ્યા કોરા વહ્યા કે

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

બાઈ, મને ઝાંઝવાંમાં કોઈએ ઝબોળી કે

બાઈ, મને દરિયામાં કોઈએ ડબોળી કે

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

બાઈ, મને બહારથી બળાપો બાળે કે

બાઈ, મને અંદરથી અજંપો ચાળે કે

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

બાઈ, હું તો જીવતી તણખલાને તોલ કે

બાઈ, હું તો પીંજાઈને થઈ ગઈ પોલ કે

બાઈ, મને ઓઢ્યા-પે’ર્યાના ઓરતા રે લોલ.

સ્રોત

  • પુસ્તક : પરિવેશ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : ગભરુ ભાડિયાદરા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1986