nawoDhanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવોઢાનું ગીત

nawoDhanun geet

મનહર જાની મનહર જાની
નવોઢાનું ગીત
મનહર જાની

અમે પાંદડુંક પાંપણે ઝૂલ્યાં

અધૂકડું ખૂલ્યાં :

હથેળિયું હેલે ચડી!

અમે છાતીમાં ગોટમોટ મૂક્યું

અષાઢવું ધડૂક્યું :

હથેળિયું હેલે ચડી!

અમે આંગળીની કોર્યમોર્ય પૂગ્યાં

રતૂમડું ઊગ્યાં:

હથેળિયું હેલે ચડી!

અમે આછા ઉજાગરામાં જોયું

ને આયખું ખોયું:

હથેળિયું હેલે ચડી!

અમે પાંદડુંક પાંપણે ઝૂલ્યાં

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001