juthi rees - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જૂઠી તે રીસને રાગે

નેપુર તારાં રૂમઝૂમ રૂમઝૂમ વાગે,

રૂપાળવી!

કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને

આંહીં અમથી આવતી લાગે.

અમથી નજર વાળી લેતી ભલેને

રહે છણકાની રીત નહિ છાની,

સાચા તે રૂપિયાની હોડ અમારી

જંઈ ઓછો ન, સોળ સોળ આની;

કાચી તે આમ હોય ઝાઝી કઠિન

હોય ખાટી યે કંઈક તો સવાદે.

મીઠાને હાથ અમે મારીએ ખટાઈ

એને અમરત મીઠી તે કરી લઈએ,

અવળાની સંગ અમે અવળે વ્હેવાર

એલી! રાજીનાં રેડ બની રહીએ;

આવડો ફૂંફાડો રાખીએ નકામ

એને નાનો ગોવાળિયો નાથે.

સ્રોત

  • પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 311)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
  • વર્ષ : 1983