bai, kiyan te – - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાઈ, કિયાં તે –

bai, kiyan te –

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
બાઈ, કિયાં તે –
મનોહર ત્રિવેદી

બાઈ, કિયાં તે કામણને કારણે

બારસાખ ઝાલીને ઊભી'તી કયારની બે લોચનને ધક્કેલી બારણે

અડાઝૂડ ઝાંખરાની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી

ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો' કેડી

ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હું કાચી તે અટકળને તાંતણે

સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ

કોણ આમ મારામાં હેલે ચડયું કે જેની પોતાને હોય નહીં જાણ?

લથબથ ભીંજાઈ પે'લવેલ્લી, ભીંજાઈ નો'તી આવું હું સોળ સોળ શ્રાવણે

બાઈ, કિયાં તે કામણને કારણે

સ્રોત

  • પુસ્તક : છુટ્ટી મૂકી વીજ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : જનપદ પ્રકાશન
  • વર્ષ : 1998