રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ અંધકાર શો મ્હેકે છે!
શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને, શેાભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!
અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ!
દિગ્દિગન્તમાં, -બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બલ્બુલ ચ્હેકે છે!
સ્વચ્છ, સુભગ મધરાત વિષે આ કાલતણું ઉર શાન્ત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો!
પૃથિવીકેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!
aa andhkar sho mheke chhe!
shun koi padamni nariye nij kesh ughaDa mukya chhe!
ne, sheabhathi wismit wismit nabhthi shun tara jhukya chhe!
ghata saghan ghanshyam nihali mayur manna gheke chhe!
aho, wahe shi halwe halwe surbhi magan man bhari dai!
digdigantman, bas anantman sari jay ur hari lai!
andhkarna masrin hridaythi niguDh balbul chheke chhe!
swachchh, subhag madhrat wishe aa kalatanun ur shant aho!
madhur maunthi sabhar sharadanun nilam aa ekant, aho!
prithiwikerun parijat shun phull praphullit bheke chhe!

સ્રોત
- પુસ્તક : નાન્દી (પૃષ્ઠ ક્રમાંક 80)
- સર્જક : પ્રજારામ રાવળ
- પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય
- વર્ષ : 1963