મોવડાનો હરો મને આલ સોરા ધમલા
movdaano haro mane aal soraa dhamlaa
રાજેશ વણકર
Rajesh Vankar

મોવડાનો હરો મને આલ સોરા ધમલા
ઉંય તારી આરે ઢોલે નાસુ રે હોહ
ઓરી નેદીને ઉં તો થાચી સોરા ધમલા
હળવી જરાક ઉ થાઉં રે હોહ
આખા ફરિયાની નજર વાગે સોરા ધમલા
તારા ઉપર દિલ આયુ રે હોહ
ડુંગરની ટોસે ને નદીઓની ભેખડે
આપણે સરાયી આરે ગાયુ રે હોહ
તારી તલવારને મારી સે સરી
આય લડી લઈએ લડાયું રે હોહ
ઢોલ તારો વાગે ને પોગ મારા ઉપડે
તારામાં દલડું સમાયુ રે હોહ
કોક દાડો આપણે એક સુલે ખાશુ
કરજે તુ એવી કમાયુ રે હોહ
મોવડાનો હરો મને આલ સોરા ધમલા
તારાથી શુ સે સવાયુ રે હોહ
તારાથી શુ સે સવાયુ રે હોહ



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ