sadho, wariyalini chhatri - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, વરિયાળીની છત્રી

sadho, wariyalini chhatri

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, વરિયાળીની છત્રી
હરીશ મીનાશ્રુ

સાધો, વરિયાળીની છત્રી

બારે તે મેઘાની ઊંધી વળશે બધી ગણત્રી

આજ હુજૂરે માર્યો અમને

એક હજારીગોટો

અમે વળતો ઘા કરી ફેંક્યો

પચરંગી પરપોટો

લાખેણા જોદ્ધા બન્ને, બન્નેનાં લખ્ખણ બત્રી

લવિંગની લઈ ગદા ઝઝૂમ્યા

ઉત્સવ મરવાનો

ક્ષતવિક્ષત થઈ પડ્યા તો

અક્ષત હરિ ચડાવે પાનો

પુંકેસરની પરશુ લઈ, ચલ, પૃથ્વી કર નક્ષત્રી

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004