meDino maghmagh mogro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેડીનો મઘમઘ મોગરો

meDino maghmagh mogro

દલપત પઢિયાર દલપત પઢિયાર
મેડીનો મઘમઘ મોગરો
દલપત પઢિયાર

અવળાસવળી ઓકળીઓના આરા,

મેડીનો મઘમઘ મોગરો રે!

ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા,

મેડીનો મઘમઘ મોગરો રે!

તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા,

મેડીનો મઘમઘ મોગરો રે!

ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા,

મેડીનો મઘમઘ મોગરો રે!

તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા,

મેડીનો મઘમઘ મોગરો રે!

કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા,

મેડીનો મઘમઘ મોગરો રે!

લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા,

મેડીનો મઘમઘ મોગરો રે!

રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યા,

મેડીનો મઘમઘ મોગરો રે!

સ્રોત

  • પુસ્તક : સામે કાંઠે તેડાં (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : રંગદાર પ્રકાશન
  • વર્ષ : 2010