tran bhaibhanDu - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રણ ભાઈભાંડુ

tran bhaibhanDu

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
ત્રણ ભાઈભાંડુ
પ્રજારામ રાવળ

માતા અમારી પૃથિવી, અમે છીએ

સંતાન એનાં, ત્રણ ભાઈભાંડુ.

સૌથી નાનું તરુ, માતથી

ક્ષણેય છૂટું પડતું ન, જાણે

હજી વધેરી નહિ નાળ એની!

ને, અન્ય તે પશુડું, હજી

ચાલે ચતુષ્પાદ, ચાલતાં શીખ્યું

ટટ્ટાર બે પાયથી, (મારી જેમ);

ભાંખોડિયા ભેર ફરે ધરા બધી.

ને સૌથી મોટા હું, મનુષ્ય નામે

ઊડી રહું આભ તણા ઊંડાણે.

હું આભનો તાગ ચહું લેવા.

ખૂંદી રહીએ બસ નિત્ય ખોળલો

માતા તણો, મૂર્તિ ક્ષમા તણી

મૂંગીમૂંગી પ્રેમભરી નિહાળતી

લીલા અમારી ત્રણ ભાઈભાંડુની.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સર્જક : મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973