sadho, ubha e ja umide - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, ઊભા એ જ ઉમીદે

sadho, ubha e ja umide

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, ઊભા એ જ ઉમીદે
હરીશ મીનાશ્રુ

સાધો, ઊભા ઉમીદે

કોઈ કને તો હશે રામ કે રહીમ મળ્યાની રસીદે

બાંગ પુકારી જાંઘ થાબડે

મલ્લ કહું કે મુલ્લાં

જનોઈથી પીઠ ખંજવાળતા

ભૂદેવ ખુલ્લંખુલ્લા

મજહબ જીદ કરે તો એને પૂરી દીઘો મસ્જિદે

પંડિતનો પોપટ પઢતો

પટપટ સાખી ને દોહા

અવાક રહે તે કાક નહીં

કલહંસ કરે ના હોહા

બ્રહ્મ બેંબેંકાર કરી તરફડતો બકરીઈદે

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004