રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી પટરાણી ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઇને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?
મેં તો મારી બંધ આંખમાં મીરાં નામે અજવાળાને મ્યાન કર્યું’તું.
એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું’તું.
મેવાડી ધરતીની ઉપર જીવસટોસટ રમતાં પેલી મશક જોઈને થાતું, ચાલો મીરાં લગ પહોંચાશે.
રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે.
મીરાં લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન હવે શા માટે?
મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?
એક વાર બસ મીરાં મારી રાહ જોઈને રાજમહેલનાં કમાડ આડે ઊભી રહી’તી.
ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લા’વાનું કહી ગઈ’તી.
મારી અંદર બળતા સૂનકારનાં કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું.
મારાં સમણાંઓની હાંફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું.
ને યુગો યુગોથી મીરાં તારા સ્વર્ણનગરમાં એકલવાયી ભટકે ભૂલી ભાન હજુ શા માટે?
મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?
ક્હાન તું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે.
ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી, માધવ, તારી રાહ જુએ છે.
હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે, તો ક્હાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું.
એની તરસ ભીંજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે તો ક્હાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું.
મારી આશાઓની ફૂટેલી મટકીની પર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન હજુ શા માટે?
મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઊપસી આવ્યા ક્હાન, તમે શા માટે?
mari patrani dhummas jewa jiwtar upar olo thaine upsi aawya khan, tame sha mate?
mein to mari bandh ankhman miran name ajwalane myan karyun’tun
ene sol kalaye shangarine rajamhel ajwale e pharman karyun’tun
mewaDi dhartini upar jiwastosat ramtan peli mashak joine thatun, chalo miran lag pahonchashe
rajamhelni soDam thaine pathrayela rajranina bharat bharela palaw lag pahonchashe
miran lag pahonchela mara mewaDi rastao aaje walank laine sunghe chhe weran hwe sha mate?
mari patranina dhummas jewa jiwtar upar olo thaine upsi aawya khan, tame sha mate?
ek war bas miran mari rah joine rajamhelnan kamaD aaDe ubhi rahi’ti
ne pardeshethi arasni ek nandkunwarni murat mujne la’wanun kahi gai’ti
mari andar balta sunkarnan kamaD aaDe murat thaine yugo yugothi hun ja ubho chhun
maran samnanoni hamph werti sanDhnio par sawar thaine yugo yugothi hun ja ubho chhun
ne yugo yugothi miran tara swarnanagarman ekalwayi bhatke bhuli bhan haju sha mate?

khan tun ene kaheje mara rudiya parna shilalekhna bhunsayela akshar eni rah jue chhe
ne mari maphak kalindina kanthe peli radha name ek ajani, madhaw, tari rah jue chhe
hwe pharithi gokul jai e gowalanni matki phoDe, to khan tane hun rajpatno aDdho hisso apun
eni taras bhinjani ankhoman aa ranajino kisso khole to khan tane hun rajpatno aDdho hisso apun
mari ashaoni phuteli matkini par ek jogni rajpatne thokar mari dhari rahi chhe dhyan haju sha mate?

સ્રોત
- પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : સૌમ્ય જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008