on - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ડૂંડે બેઠાં રૂડા લાણા પટલાણી,

ઓણ દીકરાનાં કરી દઈં આણાં...

ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય સોડમની પથરાતી છાયા,

ચાંચને ઉલેચ્યે નઈં ઊણીં થઈ જાય લીલુડા દરિયાની માયા

-દીકરિયું જેવાં પંખીડાં, ઈમનેય ઊડવાના આવશે ટાણાં...

પટલાણી, ઓણ દીકરીનાં કરી દઈં આણાં.

મેંદીની ભાત્ય હોય એવી ખેતરમાં ડંડાની ભાત્ય કાંઈ જાગે!

પાનેતર પહેરીને ઊભેલી તરવરતી કન્યા જેવી સીમ લાગે

તારા આણામાં સાહેલિયુંએ ગાયાં’તાં—

સંભળાવ્ય આજ તો ગાણાં...

પટલાણી, કેવા ડૂંડાને બેઠા છે દાણા!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ