આખીયે રાત તને કહેવાની વાત મેં બોલ્યે રાખિ તો થયાં
ઝાકળનાં પાંચસાત ટીપાં
હોઠે જો હોત એ પંખીનું ગીત થઈ છોડી હું દેત
એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી મૂકી હું દેત
એ ને સત્તરમા ઓરડે તાળામાં
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી કેમે સચવાય ના
ઝાકળનાં પાંચસાત ટીપાં
સોયની અણી થઈ પ્હેલું કિરણ જ્યાં સૂરજનું ખૂંપ્યું તો
ફૂટ્યા કાળાડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પર્શ્યું ત્યાં ટીપાંમાં પડી ગયા
જળના ય કારમા તોટા
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત, ઘોર અંધારી રાત-
-થયા દિવસ જેવા જ ખાલીપા.
akhiye raat tane kahewani wat mein bolye rakhi to thayan
jhakalnan panchsat tipan
hothe jo hot e pankhinun geet thai chhoDi hun det
ene phaliyani Dalna malaman
pagni jo that e ranajhanti jhanjhri muki hun det
e ne sattarma orDe talaman
are ankhothi, khobathi, phulothi, panothi keme sachway na
jhakalnan panchsat tipan
soyni ani thai phelun kiran jyan surajanun khumpyun to
phutya kalaDibang parpota
bijun kiran jyan tipanne sparshyun tyan tipanman paDi gaya
jalna ya karma tota
mara bolyano nad, tane kahewani wat, ghor andhari raat
thaya diwas jewa ja khalipa

સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008