parpoto paniman munjhay - Geet | RekhtaGujarati

પરપોટો પાણીમાં મૂંઝાય

parpoto paniman munjhay

રમેશ પારેખ રમેશ પારેખ
પરપોટો પાણીમાં મૂંઝાય
રમેશ પારેખ

પરપોટો પાણીમાં મૂંઝાય હો, ખલાસી....

પાણીમાં મૂંઝાય હો રે

પાણીથી મૂંઝાય હો રે

પાણીમાંથી કેમ કરી અળગા થવાય...

પાણીથી બંધાણું એનું પોત, હો ખલાસી

અને પાણીમાં છપાણું એનું નામ

સામું ગામ પરપોટા સોંસરું દેખાય

અને પરપોટો ખૂંત્યો અહીં આમ

અરે, પાણીમાં રહેવાં ને પાણીમાં રહેવાય. -પરપોટો.

પાણીમાં દેખાય આખું આભ, હો. ખલાસી

એમાં કેમ કરી ઊડવા જવાય

પાંગળા તરાપા અને હોડીયું પાંગળી

કે પાણીમાં તો બૂડે, ભાઈ...

અરે, પરપોટો કેવો રે નોધારો ફૂટી જાય. –પરપોટો.

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 288)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6