paanchiikdaanaan paanche pankhii aangaliyethii uudyaa - Geet | RekhtaGujarati

પાંચીકડાનાં પાંચે પંખી આંગળીએથી ઊડ્યાં

paanchiikdaanaan paanche pankhii aangaliyethii uudyaa

રામશંકર ના. કળસારકર રામશંકર ના. કળસારકર
પાંચીકડાનાં પાંચે પંખી આંગળીએથી ઊડ્યાં
રામશંકર ના. કળસારકર

પાંચીકડાનાં પાંચે પંખી આંગળીએથી ઊડ્યાં,

પરીઓનાં પગલાંમાં મેડી-માઢ બધાંયે બૂડ્યાં.

મોરપીંછના રણઝણ રંગો દૂરદૂર ફરફરતા,

ધૂળ મહીં ધરબેલાં શમણાં આભ બની ઝરમરતાં!

ફળિયામાં પીપળથી ખરતાં ખરખર લીલાં પાન,

પાદરની દેહરીએ તડકો વાગોળે અરમાન.

આંસુનાં ટીપાંમાં ડૂબ્યાં ધાર ટેકરા પ્હાડ,

પચરંગી પાલવડે મ્હોર્યાં થડકારાનાં ઝાડ.

ધમધમતી ઘૂઘરમાળાનાં રણઝણતાં આઠે અંગ,

આણીતીની આંખ્યુંમાંથી છલકે આછો રંગ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : જયદેવ શુક્લ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2001