mara sapnaman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા સપનામાં...

mara sapnaman

રમેશ પારેખ રમેશ પારેખ
મારા સપનામાં...
રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ

મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા

મારા મનની દુવારિકાના સૂબા

મારાં આંસુને લૂછ્યાં જરી.....

આંધણ મેલ્યાં 'તાં કરવા કંસાર

એમાં ઓરી દીધો મેં સંસાર

હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી...!’

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 530)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007