kaaljadan ho! kahone kuunlaan kaan thayaan? - Geet | RekhtaGujarati

કાળજડાં હો! કહોને કૂળાં કાં થયાં?

kaaljadan ho! kahone kuunlaan kaan thayaan?

ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા
કાળજડાં હો! કહોને કૂળાં કાં થયાં?
ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા

કાળજડાં હો! કહોને કૂળાં કાં થયાં?

જાણો શું ના વજ્રસમો વ્યવહાર જો?

છેક સીધાં-છેક ભોળાં શું રહ્યાં?

જાણો શું ના માયામય સંસાર જો? - કાળજડાં.

જગજનનીતિ–જગજનરૂઢિ ભિન્ન છે,

ભિન્ન સાદી સાધુજનની રીત જો;

ધૃષ્ટ પ્રહારો જગની ઝેરી જીભના

કેમ કરીને સહેશો ઉર વિનીત જો? - કાળજડાં.

સ્વર્ગવિહારી શ્વેત પંખીડાં તમ્હેં,

દુનિયાડાહ્યા શ્યામ નરકનિમગ્ન જો;

માગું નિરન્તર, વ્હાલાં! હું તો એટલું :

તમ પર હોજો પ્રભુરખવાળું અખંડ જો…! - કાળજડાં.

સ્રોત

  • પુસ્તક : વસન્ત : અંક : 01, વર્ષ : 1919 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : રમણભાઈ નીલકંઠ
  • પ્રકાશક : વસન્ત ઑફિસ, અમદાવાદ