રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ તિમિરને દરિયે જઈને ફીણ સમું શું જોતી?
આવ તને પહેરાવી દઉં અજવાળાનું મોતી!
સ્હેજ અચાનક અડક્યો ને એકાંત ગયું રે તૂટી
ખિલખિલ કરતી ભાષાની કળીઓને અમથી ચૂંટી
પોઠ ભરેલી આંખોને મેં લૂંટી સપના સોંતી
આવ તને પહેરાવી દઉં અજવાળાનું મોતી!
કોણ કહે છે જંગલ આખ્ખું ભરચક્ક પથ્થર પંખી
છોડ અરે આ જંગલ-બંગલ આભ સમું કૈં ઝંખી
કોઈ મળેલા પીંછમાં પંખીના ટહુકા ગોતી
આવ તને પહેરાવી દઉં અજવાળાનુ મોતી!
koi timirne dariye jaine pheen samun shun joti?
aw tane paherawi daun ajwalanun moti!
shej achanak aDakyo ne ekant gayun re tuti
khilkhil karti bhashani kalione amthi chunti
poth bhareli ankhone mein lunti sapna sonti
aw tane paherawi daun ajwalanun moti!
kon kahe chhe jangal akhkhun bharchakk paththar pankhi
chhoD are aa jangal bangal aabh samun kain jhankhi
koi malela pinchhman pankhina tahuka goti
aw tane paherawi daun ajwalanu moti!

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 476)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2021
- આવૃત્તિ : 2