jhakalni pichhoDi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાકળની પિછોડી

jhakalni pichhoDi

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
ઝાકળની પિછોડી
બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી

મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?

સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો-

શ્વાસને સેજારે જાશે ઊડી.

મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં—

તરસ્યાં હાંફે રે દોડી દોડી;

મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!

સાચાં સરવિરયે દ્યો ને જોડી.

મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!

જૂઠાં રે જાગર્તિનાં મોતી;

સમણાંને કયારે મોરે સાચા મોતી-મોગરાજી!

ચૂની ચૂની લેજો એને તોડી.

મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!

એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!

થીર રે દીવાની જેવી જ્યેાતિ;

ઉઘાડી આંખે વીરા! એવાં જી ઊંઘવાં કે-

કોઈ નોં શકે રે સુરતા તોડી.

મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછેાડી!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973