વારો નહીં
vaaro nahiin
જગદીશ જોશી
Jagdish Joshi

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહીં.
બારી ખોલો ને કરો બારણાં તો બંધ
છલકાયે નહીં એ તો કેવો ઉમંગ?
માટીમાં મહેક છે, ગારો નહીં.
અમને પાગલને પાગલ કહી વારો નહીં.
જળની આ માયા મેં છોડી નહીં,
અમને આપ્યાં હલેસાં, - પણ હોડી નહીં,
હું તો મારો નહીં ને હું તો તારો નહીં.
અમને પાગલને પાગલ કહી વારો નહીં.



સ્રોત
- પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 139)
- સર્જક : જગદીશ જોષી
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1998