રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહરિ, હું અડધોપડધો જાગું
તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું?
ઝળઝળિયાનો રસ્તો
એમાં કાગળની છે હોડી
તને પામવા મારી અંદર
કરતો દોડાદોડી
હરિ, તને હું કોઈ દિવસ નહીં રાધા જેવો લાગું?
તેં જ ઘડી, ને તેં જ તપાવી
તેથી ઝળહળ કાયા
તેં જ પૂર્યા છે રંગો એમાં
તેં જ પૂર્યા પડછાયા.
મારી ચુપકીદી તું સમજે – બસ એટલું માંગું!
hari, hun aDdhopaDdho jagun
tane shodhwa kyan sudhi hun maramanthi bhagun?
jhalajhaliyano rasto
eman kagalni chhe hoDi
tane pamwa mari andar
karto doDadoDi
hari, tane hun koi diwas nahin radha jewo lagun?
ten ja ghaDi, ne ten ja tapawi
tethi jhalhal kaya
ten ja purya chhe rango eman
ten ja purya paDchhaya
mari chupkidi tun samje – bas etalun mangun!
hari, hun aDdhopaDdho jagun
tane shodhwa kyan sudhi hun maramanthi bhagun?
jhalajhaliyano rasto
eman kagalni chhe hoDi
tane pamwa mari andar
karto doDadoDi
hari, tane hun koi diwas nahin radha jewo lagun?
ten ja ghaDi, ne ten ja tapawi
tethi jhalhal kaya
ten ja purya chhe rango eman
ten ja purya paDchhaya
mari chupkidi tun samje – bas etalun mangun!
સ્રોત
- પુસ્તક : ગીતપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 80)
- સર્જક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2011