અમથો બાંધ્યો હીંચકોને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરોને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું?
સૈયર મૂકી હથેળીયું પર અમથી મહેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝુમ ઘુઘરમાળ
કે સૈયર શું કરું?
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં શમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?
amtho bandhyo hinchkone amthi haiye phaal,
ke saiyar shun karun?
amtho wayo wayrone amthi jhuli Dal,
ke saiyar shun karun?
saiyar muki hatheliyun par amthi mahendi bhat,
tyan to saiyar terwe tahuki chhani chhapni wat
amthi wagi thes jara ne rumjhum ghugharmal
ke saiyar shun karun?
saiyar amtho ankhe anjyo ujagro adhrate,
tyan to saiyar aDhlak ugyan shamnano parbhate
amathun jhilyun ajwalun tyan tuti pampanpal,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1996