સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી 'તી મંજરી.
રૂપેરી રંગમાં,
રજની ઓછંગમાં,
સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી 'તી છાતડી;
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી 'તી વાતડી.
ચૂતી'તી ચૂંદડી
લીલી રતુંબડી.
સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,
ને રંગ નવે ઘેરે આ ઊઘડી ’તી આંખડી;
અંતરે અદબીડી નવલા પરાગે,
અનેરા કો રાગે એ ખીલી 'તી પાંખડી.
સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી 'તી મંજરી.
sanjre lhekanta limDa hethe ke ankhiyun pheleri sambhri;
sambhre aa re ambaliye pheleri haiyani phori ti manjri
ruperi rangman,
rajni ochhangman,
sambhre pheleri koi nawe pani ajani aa chhalki ti chhatDi;
kank re boli ne jhajhi aboli amoli e warati ti watDi
chutiti chundDi
lili ratumbDi
sambhre lherati kok nawi lhere,
ne rang nawe ghere aa ughDi ’ti ankhDi;
antre adbiDi nawala parage,
anera ko rage e khili ti pankhDi

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 730)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007