dariyo maro sanwariyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દરિયો મારો સાંવરિયો

dariyo maro sanwariyo

મહેશ શાહ મહેશ શાહ
દરિયો મારો સાંવરિયો
મહેશ શાહ

દરિયો દરિયો રે મારો સાંવરિયો

દરિયામાં ડૂબી ડૂબી જાઉં હું તો બાવરી...ઓ!

એક એક નેહનો તરંગ મારા અંતરમાં

પૂનમનાં પૂર વહેડાવે,

પૂનમની એક એક રાત મારા શમણાનો

ગમતીલો ચાંદ લઈ આવે,

ચાંદનીમાં ઊભી ઊભી ન્હાઉં હું તો બાવરી...ઓ!

શમણામાં એક મારા હૈયાની નાવડી

દરિયામાં તરતી મેં જાણી

નાવડીમાં સાજનને દીઠો નહિ તોય એનાં

લોચનિયે આજ મને માણી

લોચનમાં છૂપી છૂપી જાઉં હું તો બાવરી...ઓ!

સ્રોત

  • પુસ્તક : શરૂઆત (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : મહેશ શાહ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1982