અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંયે આંખોથી ના ટપકી શકીએ,
અમે શ્રીફળની નાત અમારા જળનો છે ખખળાટ છતાંયે આછેરું ના છલકી શકીએ.
મન ઝળુંબ્યું આભ ઘટાટોપ ગોરંભાતું જાય
કે જાણે મેઘાડંબર વરસી પડશે,
શ્વાસો થંભી જાય ને એવા વીજ કડાકા થાય
કે જાણે ગઢની રાંગો ફસકી પડશે,
અમે મેઘલી રાત અમારા રવરવમાં ઉકળાટ છતાંયે ઝરમરિયું ના વરસી શકીએ.
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંયે આંખોથી ના ટપકી શકીએ.
પથ્થર થઈને ભફાંગ ડૂબતા વમળવમળ સર્જાય
કે જળને રઢિયાળાં ચિતરતા રહીએ,
ઘણાં ટાંકણાં ખમતા જાતા પીડાયું ઊભરાય
કે સૌની આરતમાં ઊતરતા જઈએ,
મેલી સપનાઓમાં આગ સૌને કરવાના રળિયાત છતાંયે મૂરત થઈ ના ચમકી શકીએ.
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંયે આંખોથી ના ટપકી શકીએ.
ame purushni jat amara haiyaman kalpant chhatanye ankhothi na tapki shakiye,
ame shriphalni nat amara jalno chhe khakhlat chhatanye achherun na chhalki shakiye
man jhalumbyun aabh ghatatop gorambhatun jay
ke jane meghaDambar warsi paDshe,
shwaso thambhi jay ne ewa weej kaDaka thay
ke jane gaDhni rango phaski paDshe,
ame meghli raat amara rawarawman uklat chhatanye jharamariyun na warsi shakiye
ame purushni jat amara haiyaman kalpant chhatanye ankhothi na tapki shakiye
paththar thaine bhaphang Dubta wamalawmal sarjay
ke jalne raDhiyalan chitarta rahiye,
ghanan tanknan khamta jata piDayun ubhray
ke sauni aratman utarta jaiye,
meli sapnaoman aag saune karwana raliyat chhatanye murat thai na chamki shakiye

સ્રોત
- પુસ્તક : એક જણ જીવી ગયો (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : મુકેશ દવે
- પ્રકાશક : રમેશ પારેખ સાહિત્ય વર્તુળ, અમરેલી
- વર્ષ : 2023