રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાંની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી
મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી! ક્યાં ગઈ'તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
જોકે હોઠોની પાંખડીઓ બંધ.
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
radhanun nam tame wanslina soor mahin whetun na melo, ghanshyam!
sanj ne sawar nit ninda kare chhe ghelun ghelun re gokuliyun gam!
wangunthya kesh ane ananji ankhDi
ke khali beDanni kare wat;
loko kare chhe shane diwas ne ratDi
mara mohanni panchat?
wali wali nirkhe chhe kunjagli puchhe chhe, kem ali! kyan gaiti aam?
radhanun nam tame wanslina soor mahin whetun na melo, ghanshyam!
kone mukyun re tare amboDe phool?
eni puchhi puchhine liye gandh;
wahe antarni wat e to ankhyunni bhool,
joke hothoni pankhDio bandh
mare monethi chahe sambhalwa saheli madhawanun madhmithun nam;

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 355)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004