shabdno ajwas - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શબ્દનો અજવાસ

shabdno ajwas

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
શબ્દનો અજવાસ
રઘુવીર ચૌધરી

સાંઈ એક ગુફા રે ખૂલી મધ-ગિરનારજી!

ટમ ટમ તગે દીવડો દૂર!

ઓલીગમ ઝરે છે સિંદૂર.

રાજરાણી ચાલ્યાં મીરાં યોગેશ્વરને દ્વાર જી!

રુદિયે રમે કેવળ નામ

ગોકુળ જાગે ગામેગામ

સાંઈ તારી તળેટી વૈકુંઠનો અવતારજી!

ગિરિવન જીવશિવનો વાસ,

શિખરે શબદનો અજવાસ.

સાંઈ તારા એકતારે સુણી મેં સિતારજી!

(૧૯૯૧)

સ્રોત

  • પુસ્તક : ફૂટપાથ અને શેઢો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1997