ghatman jhalar baje - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘટમાં ઝાલર બાજે

ghatman jhalar baje

ઊજમશી પરમાર ઊજમશી પરમાર
ઘટમાં ઝાલર બાજે
ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,

દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,

અંધારિયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે,

ધોમ ધખે ત્યાં અમી તણી વરસી ક્યાંથી ઝડી?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં

ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,

સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 375)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004