sagarbhanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સગર્ભાનું ગીત

sagarbhanun geet

મનહર જાની મનહર જાની
સગર્ભાનું ગીત
મનહર જાની

આછું પરોઢનું અજવાળું...

સૈયર ઢોલિયો શેં ઢાળું?

કોરેમોરે પાંદડ્યું ને વચમાં રાતું ફૂલ

રાતા ફૂલમાં પોઢ્યા રામજી ઝલમલ ઝલમલ હું

મારું મઘમઘતું થેપાડું!

સૈયર ઢોલિયો શેં ઢાળું?

અડખે પડખે કોઈ નથી-ની અઢળક અઢળક ભીંસ

ફળિયે રોપ્યો ઉજાગરો ને ઊગી તીણી ચીસ

ઝરમર ચોમાસું ક્યાં ખાળું?

સૈયર ઢોલિયો શેં ઢાળું?

કાંટો વાગ્યો હોય તો ઘચરક એનો થાય ઉપાય

ઑય મા તો અંધારાનું ઝોડઝપટિયું કાંઈ

હું તો વણવીંધ્યું પરવાળું!

સૈયર ઢોલિયો શેં ઢાળું?

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001