sakhi, attarni shishiman mohya - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સખી, અત્તરની શીશીમાં મોહ્યા

sakhi, attarni shishiman mohya

સંદીપ ભાટિયા સંદીપ ભાટિયા
સખી, અત્તરની શીશીમાં મોહ્યા
સંદીપ ભાટિયા

સખી, અત્તરની શીશીમાં મોહ્યા

દૂરની સુગંધો પર માંડીને મીટ અમે આંગણના મોગરાને ખોયા

વાયરા પલાણ્યા વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ના પોતાના શ્વાસને

એટલું સમજ્યા કે થાતું શું હોય છે ઝાકળ બંધાય ત્યારે ઘાસને

મલક્યાનો હોઠવગો ભૂલી મલક અમે નક્શાના ગામ કાજે રોયા

સખી, ઉત્તરની શીશીમાં મોહ્યા

આપણે પણછ થકી છૂટેલાં તીર નથી જેને ના હોય પાછું વળવું

કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું

ઝાઝા ના દૂર હવે સખી કે અમે ધબકારા છાતીવછોયા

સખી, અત્તરની શીશા મોહ્યા

સ્રોત

  • પુસ્તક : કાચનદીને પેલે કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : સંદીપ ભાટિયા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008