રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ગુડ બાય
guD bay
દીપક બારડોલીકર
Dipak Bardolikar
ગુડ-બાય, ભલી ગુજરાત!
ના છે કી ગામ, ગલી, ઘર ના છે કોઈ દેશ
વણજારા-શો ખેલ અમારો, વણજારા-શો વેશ
અણખૂટ મનમિરાત
ગુડ-બાય, ભલી ગુજરાત!
વાટેઘાટે ગીત અમારાં, શું વસ્તી, શું રાન
ખુલ્લું છે આકાશ અને સૌ ખુલ્લા પથ આસાન
ના દુખ, ના આઘાત
ગુડ-બાય, ભલી ગુજરાત!
પોઠ મહોબતની છે ભરચક, છીએ રાયના રાય
દૂર દિગંતો પાર જવું છે, કણ કણ જ્યાં મલકાય
ના છે જાય-કજાત
ગુડ-બાય, ભલી ગુજરાત!
સ્રોત
- પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 317)
- સર્જક : દીપક બારડોલીકર
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2007