જો, મને ઢોલવાળો મનીયો ય ગમે સે
jo, mane dholvaaLo maniiyo ya game se
દેવાંગી ભટ્ટ
Devangi Bhatt

જો, મને ઢોલવાળો મનીયો ય ગમે સે, એટલે ટણીયુ તો કરવાની નઈ જ.
માપમાં રેવાનું, ‘કેમ સો’ કેવાનું, મોટાઈની ડંફાશયુ કરવાની નઈ જ.
જો, મને...
આ હું સીધી લીટીની બળી સું ને ભાઈબંધ, ઈમાં હંધોય તારો વટ સે
બાકી વાંકા થવામાં કોઈ બાયુંને પુગે એવી ખાંડ્યુ ખાનારાને ફટ સે
આ ફેરા હામેથી આવજે મનાવવા, હું ગરજ્યું દેખાડવાની નઈ જ.
જો, મને...
કોક–કોક દિ તો દાઝ એવી ચડે સે, તને ગામની વચાળે બે આલું
પણ ડોહાઓ જોઈને ફાટી પડે તો? ઈની સરમેં બેહી રહું સુ સાલું
બાઝણા બે ઘડી હોય બળ્યા–મોં ના, રોજ દોન્ગાઈયુ કરવાની નઈ જ.
જો, મને...



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ