તોરલ, તરકટ રચીયું દરિયે
toral, tarakat rachiyun dariye
વનરાજસિંહ સોલંકી
Vanrajsinh Solanki

તોરલ, તરકટ રચીયું દરિયે
તોરલ, કદી નહીં વિસરીએ
તોરલ, તું તારે તો તરીએ
તોરલ, તું મારે તો મરીએ
તોરલ, તળિયામાં અંધારું
તોરલ, સર પર એક બૂઝારું
તોરલ, કદી નહીં વિસારું
તોરલ, તું આપે તે મારું
તોરલ, ઘડુંલે પાણી ભરીએ
તોરલ, અંદરથી અવતરીએ
તોરલ, તરકટ રચીયું દરિયે
તોરલ, કદી નહીં વિસરીએ
તોરલ, ઉપર આખો પહાડ
તોરલ, તળમાં પડી તિરાડ
તોરલ, મનમાં માંડી કાણ
તોરલ, તું જાણે તો જાણ
તોરલ, મન આવ્યું પિયરીયે
તોરલ, તેજ ઉઠાવ્યું ફળીયે
તોરલ, તરકટ રચીયું દરિયે
તોરલ, કદી નહીં વિસરીએ



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ