mamad phakir ka geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મામદ ફકીર કા ગીત

mamad phakir ka geet

વિરલ શુક્લ વિરલ શુક્લ
મામદ ફકીર કા ગીત
વિરલ શુક્લ

ડૂબકી સે નવરા જો થઈ જાતા મામુ તો મળતાં વો મામદ ફકીર સે,

ઈસ બાજુ મગરીબી થાતી અઝાન આમ ઝાલર સંભળાતી મંદિર સે...

મામદ ફકીર કભી પૂછે નહીં મામુ કો ડૂબકી ઔર મોતી કી વારતા,

ચાય કી અડાળી મેં રેડે બસ ચાય અર મામુ સે બીડી બે માંગતા

ધુંએ ધુંએ મેં બેય જોવે, ખુશ થાય, જાણે છૂટ્યા હો કોઈ જંજીર સે...

ડૂબકી ઔર મોતી તો મામુ કી ઝંઝટ થી, મામદ કી ઉપાધિ ઔર થી,

દરિયા તો મામુ કો દરિયા કર દેગા, મામદ કો માલૂમ થા મોર થી;

લેકણ યે મામદ તો ગંજેરી માણા ને? બાઝેગા નહીં વો તકદીર સે…

મામુ કી ડૂબકી જો મામુ કો થકવાડે, મામદ હી જીવડે કો ઠારતા,

મામદ ભી પાનબાઈ જૈસે હી સુનતા થા મોતી પીરોની કી વારતા;

મામદ કે તાર પછી તાર તાર થાય જાણે સુતર મળતા હો કબીર સે...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ-ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : વિરલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી