tenDya! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભેંત્યની તેંડ્ય તો ગારાથી હોંધીએ

માંહ્યલી ચ્યમ કરી હોંધવી

પશેડી ટૂંકી ન, ઊંઘનારું લાંબું

ઓંમ ટૂંટીયે તે રાત ચ્યમ કાઢવી

મન હતું ઈમ કોંક ઉપા કરીએ

જો થોડા ઘણા ફેર કાંય થાય

પણ એટલામાં તેંડ્ય તો બાકોરું થૈ ગઈ

મું હુ નાખું તો ભરાય

દનિયાંના કીધ તારો રાશ્યો ભરુંહો

હવ તનં લાજ જોય આવવી

હૌના તો લેખ તમે લખો લલાટે

પણ મારા લશ્યા તમે આઁશે

ન-કાપાય પાસા એવા પાડ્યા

માર ચોમાહુ રેહે બાર માશે

આઁશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં,

આવ એવી રાશ ચ્યાંથી લાવવી

હારી થાચીન મીં તો મનનં મનાયું

આપણ આપણાં ફોડવાં

બધું ગન્યાંન તો ઘડી બે ઘડી

પસ મંન હાથે માથાં રોજ ફોડવાં

કાઠ્ઠાં થૈ પીડ્યા મીં ભોમાં ભંડારી

તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

સ્રોત

  • પુસ્તક : દુંદુભિ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2001