divyangni abhiyakti - Geet | RekhtaGujarati

દિવ્યાંગની અભિવ્યક્તિ

divyangni abhiyakti

ભૂમા વશી ભૂમા વશી
દિવ્યાંગની અભિવ્યક્તિ
ભૂમા વશી

સાવ અંધારે થયું છે મન અહીં આળું હવે,

પાંપણે મોતી મળ્યાં સ્વીકારથી ચાળું હવે...

આ ચરણના ચર્મચક્ષુએ ખીલી સંવેદના,

તીવ્રતાથી ભેટશે આવીને પરવાળું હવે...

ચોતરફ અંધારનાં ઘેરાય ગાઢાં વાદળાં,

દિવ્ય-ચક્ષુથી બધે કાળાશને બાળું હવે...

શ્વેત રાતી લાકડીમાં બાંધીને આ ઘૂઘરીઓ,

વાત કરતાં રણઝણી અંધાર ઓગાળું હવે...

બંધ આંખે આ બધા અજવાશને ભાળું અહીં,

ટેરવાના સ્પર્શથી અક્ષરને અજવાળું હવે...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : જુલાઈ : ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ભાગ્યેશ જ્હા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી