jalne te sha - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જળને તે શા

jalne te sha

ધીરુ પરીખ ધીરુ પરીખ
જળને તે શા
ધીરુ પરીખ

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!

આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,

કોઈ વેળા તો જોતજોતામાં આભને આંબી ઘેરે,

ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો: છૂટ!

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!

ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,

ખીણમાં પડે તો ફીણુાળાં હસતાં કેવાં કોડે!

ઝરણાં કો'કે નદીયું કો', પણ અભેદ છે જ્યાં ફૂટ

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!

ભર ચોમાસે ધસતાં જાણે ગાંડા હાથી-ઝુંડ,

વાવ કહો કે ફૂપ કહે કે સર કહો કે કુંડ,

જળને તમા ના, કાંડાફરતી માથાકૂટ.

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983