premmay upasya brahma - Geet | RekhtaGujarati

પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ

premmay upasya brahma

મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી
પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ઠૂમરી (ખમાયચ)

દૃગ રસભર મોરે દિલ છાઈ રહી.

છાઈ રહી, છલકાઈ રહી. –દૃગ.

ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,

પલક પલટ અણખાઈ રહી; –દૃગ.

પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,

નવીન સુધા વરસાવી રહી. –દૃગ.

દુઃખી સુખી વળી વિધવિધ રંગી,

ખલકસુરંગ નચાવી રહી. –દૃગ.

ભીતર બાહેર ઉપર નીચે,

મણિમય મોદ મચાવી રહી. –દૃગ.

સ્રોત

  • પુસ્તક : આત્મનિજ્જન (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ